Friday, May 11, 2012
હાસ્યનો ફુવારો
અરીસો લાગ્યો છે આજ અણખામણો
સબંધ રહયો છે હવે બસ નામનો !
વ્યર્થ આ સમય નથી કોઈ કામનો
સરિતા વચ્ચે લાગે છે રણ
જુદાઈમાં વશમી લાગે છે દરએક ક્ષણ
બની ગયો છુ હાસ્યનો ફુવારો હવે ગામનો
Written Date: 9-4-2006, 7:45 PM
આ નજર તમારી
નજર તમારી મારી કલમને લાગી ગઈ છે
અરે..!, શબ્દ લખુ છુ ને ઝરે છે લોહી..!
લાગે છે નજર તમારી કલેજા પાર પહોંચી ગઈ છે
પાણીથી નહિ તૃપ્ત થાય આ-
નયનને તરસ તમારા ચહેરાની લાગી ગઈ છે
કુરેદુ છુ કે લગાવું છુ મરહમ જખ્મો પર ?
દુવાને પણ દર્દની અસર લાગી ગઈ છે !
Written Date : 27-03-2006, 11:50 PM
तुम्हे क्या हाशिल होगा ?
शमा-ए रोशन कर मकबरे पे मेरे, तुम्हे क्या हाशिल होगा ?
रो रो कर आशु बहानेसे तब क्या हाशिल होगा ?
अभी तो हु में तुम्हारे सामने
मुजशे जुदा होकर तुम्हे क्या हाशिल होगा ?
ख़ामोशी तुम्हारी खाख बनादेगी मेरे बदन को !
मुजशे यूंह चुप रह कर तुम्हे क्या हाशिल होगा ?
[ Written on date : 27-03-2006, 10:55 PM ]
Labels:
Hindi
|
4
comments
Friday, March 2, 2012
એમની એ આદત . . .
એમની એ આદત મને ગમતી હતી
ઝૂકેલી પલકો નજાણે શું કહેતી હતી?
જીવનમાં મારા તે અમી રસ ઘોળતી હતી
પણ, આ તે વળી શું થયું . . .?
સ્મિત એમના નયનનું ક્યાં ગયું ?
અરે, આ સુરમો ચડયો સંગ્રામે ...!
મારું જીવન કેમ ઝેર બની ગયુ
“ખુદા” કઈ દે કે, આ છે માત્ર સ્વપ્ન
નહિતર તુ જ કે ...
હજુ બીપીનની ધડકનોમાં નામ એનું કેમ ગુંજતું હતું?
Labels:
Gujarati
|
3
comments
પરવા નથી કરતો
જિન્દગી જીવવાની ઇચ્છા નથી કરતો
મોતની પણ પરવા નથી કરતો
ચાલ્યો છું અણધારીયા સફર પર
હવે મંજીલ મળે ન મળે પરવા નથી કરતો
Labels:
Gujarati
|
0
comments
આ શબ્દો નથી . . .
એવી તે અમારી ક્યાં ઓકાત, કે લખીએ શાયરી
આતો હ્રદય વમળોની રજુઆત છે
નજર સમક્ષ નથી એમનો ચહેરો - વખતથી
તેથી જ તો નયનોને એમની પ્યાસ છે
વિતી ગઈ જિન્દગીની વસંત એક ક્ષણમાં
હવેતો પાનખરમાં પણ - “ભીનાશ..” છે
સૂનકાર છવાયો છે સમસ્ત બ્રહ્માંડમાં
આ શબ્દો નહિ, મારા જીગરની આગ છે
Labels:
Gujarati
|
0
comments
Thursday, February 23, 2012
પથ્થરોની તરસ
કે પથ્થરોની છિપાતી હતી તરસ, કંઈક એવી રીતે મોજાથી
કે વિખરાતી હતી વેદના એ હર એક મોજાની ?
મિલનની આ તે કેવી ગજબ પ્યાસ
અરે આતો હતી રેતી, અમ પથ્થરોના વિશ્વાસની. . .
Labels:
Gujarati
|
0
comments
દર્દ બધુ . . .
દર્દ બધુ દુનીયાનું છલકાય છે
આ છી ચીખ પોકારો કોના સંભળાય છે ?
પોતાનું છે કે પારકુ આ દુખ, અહેસાસ કોને થાય છે ?
પણ, મારીજ આંખ કેમ ભીંજાઈ છે ?
પાપ કરૂ છું કે પુણ્ય ખુદા – મને ક્યાં છે ખબર?
તારી સાક્ષીએ દરેક શ્વાસ પસાર થાય છે
વિતી જાય છે , જિંદગી આખી જેને સમજવામાં
એને જ જાણ અંતિમ સમય માં થાય છે !!!
પશુ વચ્ચે જીવે છે માનવી કે ,
માનવીઓ થઇ ગયા છે પશુ ?
માનવીની સાથે જોડતા પશુ પણ શરમાય છે
માણસતો મારતો રહીઓ છે વર્ષોથી
હવેતો માણસાઈ પણ જાય છે
Labels:
Gujarati
|
0
comments
Tuesday, February 21, 2012
અમારી નજર . . .
અમારી નજર, નૂરે નજરને શોધતી હતી
તમારા ગાલોનાં એ ખંજન શોધતી હતી
વિમાસણમાં પડયો ગુંથાઈને તમારી લટોમાં
અમારી નજર દિલબરની ઝલક શોધતી હતી
બેકાબુ દિલ નારાજ છે ખુદથી કે ખુદાથી ???
અમારી અણસમજ, તમારી સમજણને શોધતી હતી
લુંટાઈ ગઈ છે રંગત જિંદગીની જુદાઇમાં
અમારી ધડકન, તમારી સંગત શોધતી હતી
Labels:
Gujarati
|
1 comments