Friday, March 2, 2012
 એમની એ આદત . . .
એમની એ આદત . . .
એમની એ આદત મને ગમતી હતી 
ઝૂકેલી પલકો નજાણે શું કહેતી હતી?
જીવનમાં મારા તે અમી રસ ઘોળતી હતી 
પણ, આ તે વળી શું થયું . . .?
સ્મિત એમના નયનનું ક્યાં ગયું ?
અરે, આ સુરમો ચડયો સંગ્રામે ...!
મારું જીવન કેમ ઝેર બની ગયુ
“ખુદા” કઈ દે કે, આ છે માત્ર સ્વપ્ન 
નહિતર તુ જ કે ...
હજુ  બીપીનની ધડકનોમાં નામ એનું કેમ ગુંજતું હતું?
Labels:
Gujarati
 | 
3
comments
 પરવા નથી કરતો
પરવા નથી કરતો
જિન્દગી જીવવાની ઇચ્છા નથી કરતો
મોતની પણ પરવા નથી કરતો
ચાલ્યો છું અણધારીયા સફર પર 
હવે મંજીલ મળે ન મળે પરવા નથી કરતો
Labels:
Gujarati
 | 
0
comments
 આ શબ્દો નથી . . .
આ શબ્દો નથી . . .
એવી તે અમારી ક્યાં ઓકાત, કે લખીએ શાયરી
આતો હ્રદય વમળોની રજુઆત છે
નજર સમક્ષ નથી એમનો ચહેરો - વખતથી   
તેથી જ તો નયનોને એમની પ્યાસ છે
વિતી ગઈ જિન્દગીની વસંત એક ક્ષણમાં 
હવેતો પાનખરમાં પણ -  “ભીનાશ..” છે
સૂનકાર છવાયો છે સમસ્ત બ્રહ્માંડમાં 
આ શબ્દો નહિ, મારા જીગરની આગ છે 
Labels:
Gujarati
 | 
0
comments
