My God
My “parents” are my “god”
લખું કવિતા “માં” તારા વિશે પણ શું લખું ?
એક અક્ષર લાગે અખંડ બ્રહમાંડ જેવડો
“માં” એનાથી વિશેષ શું લખું?
બસ જિંદગીની હરેક પળ તારો આશીર્વાદ ઝંખું
જળ વિશે લખું કે ચેતન વિશે
કે લખું ઈશ્વર વિશે પણ તારાથી વિશેશ શું લખું?
લખું તો પણ કેમ લખું ?
શબ્દ વિના સારાંશ કેમ લખું ?
નદી - નાળા , દિવસ-રાત,
ચંદ્ર કે સુરજ વિશે તો ખુબ લખાયું
પણ તારા આશીર્વાદના આનંદને કેમ વ્યક્ત કરૂ?
જીવનલક્ષી જ્ઞાન માટે ગુરુને દક્ષિણા,
મિત્ર ને સાથ કે ગેંરને અભાર કહું !
“માં” તે આપેલ, સવારેલ મુજ જીવન બદલ
નમન શિવાય બીજું શું કરૂ?
મારી પહેચાન છે “માં” તારા થકી
જીવું એવું જીવન કે પહેચાન તમારી બનું
લખું કવિતા “માં” તારા વિશે પણ શું લખું ?
(Year:2003 Location : Jamnagar, During BCA )