Monday, February 27, 2012
આ શબ્દો નથી . . .
એવી તે અમારી ક્યાં ઓકાત, કે લખીએ શાયરી
આતો હ્રદય વમળોની રજુઆત છે
નજર સમક્ષ નથી એમનો ચહેરો - વખતથી
તેથી જ તો નયનોને એમની પ્યાસ છે
વિતી ગઈ જિન્દગીની વસંત એક ક્ષણમાં
હવેતો પાનખરમાં પણ - “ભીનાશ..” છે
સૂનકાર છવાયો છે સમસ્ત બ્રહ્માંડમાં
આ શબ્દો નહિ, મારા જીગરની આગ છે
Labels:
Gujarati
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment