Thursday, February 23, 2012
પથ્થરોની તરસ
કે પથ્થરોની છિપાતી હતી તરસ, કંઈક એવી રીતે મોજાથી
કે વિખરાતી હતી વેદના એ હર એક મોજાની ?
મિલનની આ તે કેવી ગજબ પ્યાસ
અરે આતો હતી રેતી, અમ પથ્થરોના વિશ્વાસની. . .
Labels:
Gujarati
|
0
comments
દર્દ બધુ . . .
દર્દ બધુ દુનીયાનું છલકાય છે
આ છી ચીખ પોકારો કોના સંભળાય છે ?
પોતાનું છે કે પારકુ આ દુખ, અહેસાસ કોને થાય છે ?
પણ, મારીજ આંખ કેમ ભીંજાઈ છે ?
પાપ કરૂ છું કે પુણ્ય ખુદા – મને ક્યાં છે ખબર?
તારી સાક્ષીએ દરેક શ્વાસ પસાર થાય છે
વિતી જાય છે , જિંદગી આખી જેને સમજવામાં
એને જ જાણ અંતિમ સમય માં થાય છે !!!
પશુ વચ્ચે જીવે છે માનવી કે ,
માનવીઓ થઇ ગયા છે પશુ ?
માનવીની સાથે જોડતા પશુ પણ શરમાય છે
માણસતો મારતો રહીઓ છે વર્ષોથી
હવેતો માણસાઈ પણ જાય છે
Labels:
Gujarati
|
0
comments
Tuesday, February 21, 2012
અમારી નજર . . .
અમારી નજર, નૂરે નજરને શોધતી હતી
તમારા ગાલોનાં એ ખંજન શોધતી હતી
વિમાસણમાં પડયો ગુંથાઈને તમારી લટોમાં
અમારી નજર દિલબરની ઝલક શોધતી હતી
બેકાબુ દિલ નારાજ છે ખુદથી કે ખુદાથી ???
અમારી અણસમજ, તમારી સમજણને શોધતી હતી
લુંટાઈ ગઈ છે રંગત જિંદગીની જુદાઇમાં
અમારી ધડકન, તમારી સંગત શોધતી હતી
Labels:
Gujarati
|
1 comments